પાટણ જિલ્લામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં કપડાં ધોવા પરિવાર સાથે તળાવે ગયેલી બે માસૂમ બાળકીઓ પાણીમાં ડૂબી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના લોલાડા ગામના તળાવ પર બની હતી.
મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે નાયક પરિવારના સભ્યો કપડાં ધોવા માટે લોલાડા ગામના તળાવ પર ગયા હતા. પરિવારની મહિલાઓ તળાવના કિનારે કપડાં ધોઈ રહી હતી, ત્યારે તેમની બે દીકરીઓ, શિલ્પા અને જયશ્રી, ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં ન્હાવા પડી હતી. ન્હાતી વખતે બંને બાળકીઓ તળાવના ઊંડા ભાગમાં પહોંચી ગઈ હતી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
પરિવારની મહિલાઓએ આ ઘટના જોતા જ બુમાબુમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો તાત્કાલિક તળાવ પર દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તળાવમાં ડૂબેલી બંને માસૂમ બાળકીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર લોલાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech