અફઘાન સરહદી વિસ્તારોમાં નાગરિકોના ઘરો પર ભારે બોમ્બ મારો કર્યેા

  • June 10, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાન સરહદી વિસ્તારોમાં નાગરિકોના ઘરો પર ભારે બોમ્બમારો કર્યેા
પાકિસ્તાન દ્રારા અફઘાનિસ્તામાં ફરીથી એર સ્ટ્રાઈક: ૧૧ બાળકો સહિત ૧૯ મોત
કુનાર, ખોસ્ત અને પકિતકામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાઆજકાલ પ્રતિનિધિ
ઇસ્લામાબાદ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવ વધ્યો છે. ગઈકાલે રાત્રે, પાકિસ્તાની લશ્કરી લડાકુ વિમાનોએ અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કયુ. પાકિસ્તાની સૈન્યએ અફઘાન સરહદી વિસ્તારોમાં નાગરિકોના ઘરો પર ભારે બોમ્બમારો કર્યેા, તેમને નિશાન બનાવ્યા. આ હત્પમલામાં જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું છે. બોમ્બમારા દરમિયાન કુલ ૧૩ લોકો માર્યા ગયા હતા, જેમને અફઘાન વહીવટીતંત્રે શહીદ જાહેર કર્યા છે. મોટાભાગના લોકો નિર્દેાષ બાળકો હતા. આ હત્પમલામાં અગિયાર બાળકો, એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું હતું. વધુમાં, આ હત્પમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અફઘાન પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદ દ્રારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાકિસ્તાની આક્રમણકારી દળોએ ગઈકાલે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કયુ. ઝબીઉલ્લાહે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ ત્રણ મુખ્ય અફઘાન પ્રાંતો: કુનાર, ખોસ્ત અને પકિતકામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. આ વિસ્તારોમાં નાગરિક ઘરો પર આડેધડ બોમ્બમારાથી ઘણા ઘરોનો સંપૂર્ણ નાશ થયો.
ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, યાં ઘણાની હાલત ગંભીર છે. હત્પમલા પછીની કેટલીક ભયાનક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે, જેમાં ઘાયલ બાળકોની સ્થિતિ દર્શાવવામાં આવી છે.
અફઘાન સરકારે આ હત્પમલા બાદ આક્રોશ વ્યકત કર્યેા છે. પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં આ કાર્યવાહીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું, અમે આ અમાનવીય ગુના અને હત્પમલાની શકય તેટલી કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અફઘાનિસ્તાને તેને આંતરરાષ્ટ્ર્રીય ધોરણોનું ઉલ્લંઘન અને નાગરિકો સામે ક્રૂર ગુનો ગણાવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application