ઈરાન સામે અમેરિકાનું યુદ્ધ ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે, અને તે ટૂંક સમયમાં બધં થવાના કોઈ સંકેત નથી. દરમિયાન, એપ્રિલમાં યુએસ નિકાસ રેકોર્ડ ઐંચાઈએ પહોંચી ગઈ. ઈરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્રારા શિપિંગ બધં થવાથી તેલ અને ગેસ સપ્લાયમાં ઘટાડો થયો છે. યુએસ આનો સંપૂર્ણ લાભ લઈ રહ્યું છે. દેશમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનો અને મૂડી માલની નિકાસ રેકોર્ડ ઐંચાઈએ પહોંચી ગઈ છે. પરિણામે, એપ્રિલમાં યુએસ નિકાસ પણ રેકોર્ડ ઐંચાઈએ પહોંચી ગઈ છે, અને વેપાર ખાધમાં ઘટાડો થયો છે. યુએસ વાણિય વિભાગના બ્યુરો ઓફ ઇકોનોમિક એનાલિસિસ અને સેન્સસ બ્યુરો અનુસાર, એપ્રિલમાં વેપાર ખાધ ૧.૨% ઘટીને ૫૫.૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. માર્ચના ડેટામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. શઆતમાં ખાધ ૬૦.૩ બિલિયન ડોલર નોંધાઈ હતી, પરંતુ હવે તેને સુધારીને ૫૬.૬ બિલિયન ડોલર કરવામાં આવી છે. એપ્રિલમાં યુએસ નિકાસ ૨.૬% વધીને ૩૨૭.૧ બિલિયન ડોલર થઈ. માલસામાનની નિકાસ ૪.૧% વધીને ૨૨૧.૩ બિલિયન થઈ