ભારે વરસાદના કારણે મુંબઈ જળબંબાકાર, ભારે ટ્રાફિક જામ, ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક વૃક્ષો ધરાશાયી

  • May 21, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદનો કહેર હજુ અટક્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 21 થી 24 મે દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.


મંગળવારે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો. જેના કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ પણ સામે આવી છે. હાલ સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત ખરાબ છે. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, ટ્રાફિક જામ પણ થયો હતો તેમજ ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો પણ રોકવામાં આવી હતી.


મુંબઈમાં વરસાદનાં કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. તેમજ હજુ પણ વરસાદનો કહેર અટક્યો નથી. હવામાનખાતાએ બુધવાર માટે રત્નાગીરી, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, કોલ્હાપુર, બીડ, સોલાપુર, ધારાશિવ અને છત્રપતિ સંભાજીનગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, પુણે, સતારા, સાંગલી, જાલના, અમરાવતી, ભંડારા જીલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે મુંબઈમાં સતત વરસાદ બાદ બુધવારે સવારે વરસાદ બંધ થઈ ગયો છે, જોકે આકાશ હજુ પણ વાદળછાયું છે. વાદળો ગમે ત્યારે વરસાદ વરસાવી શકે છે.


સોમવારે, માત્ર એક કલાકના ભારે વરસાદને કારણે પુણેની હાલત ખરાબ થઈ ગઈ. મંગળવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application