ધોરાજીના છત્રાસા ગામના સરપંચના પતિએ યુવાનને પાઇપ વડે માર માર્યેા

  • June 10, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ધોરાજી તાલુકાના છત્રાસા ગામના મહિલા સરપંચના પતિએ યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યેા હતો. જેસીબી દ્રારા કામ કરાવતી વેળાએ યુવાનના ઘરની પાઇપલાઈન તૂટી જતાં તે બાબતે રજુઆત કર્યાનો ખાર રાખી તું મને કેમ ટોર્ચર કરે છે કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારમાર્યેા હતો. જે બાબતનું માઠું લાગી જતા યુવાને ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધ્યો છે.
ધોરાજીના છત્રાસા ગામે રહેતા અશ્વિનભાઈ જીવનભાઈ રાઠોડ(ઉ.વ.૩૫) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે છત્રાસા ગામના સરપંચના પતિ શકિતસિંહ નીભા સરવૈયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૮૦૫૨૦૨૬ ના રોજ તે ઘર પાસે જે.સી.બી. ચાલુ હતું અને ઘરના સંડાશ–બાથમની પાઇપ લાઇન તૂટી ગયેલ હતી. જેથી તા. ૧૯૦૫૨૦૨૬ ના સાંજના છ વાગ્યા આસપાસ અમારા ગામની ગૌશાળા પાસે ગામના સરપંચના પતિ શકિતસિંહ નિભા સરવૈયાને આ બાબતની જાણ કરી ઘરે જોવા આવવા માટે કહેલ હતું. બાદ રાત્રે દસ વાગ્યા આસપાસ શકિતસિંહ યુવાનના ઘર પાસે આવ્યા હતા. જેથી યુવાને તેને તૂટી ગયેલી પાઇપ લાઇન બતાવતા તેણે ઉશ્કેરાઇને કહેલ કે, આવું મને કહેવું નહીં, આ કામ મારામાં આવતું નથી તેમ કહી જતા રહેલ હતા.
રાત્રીના અગીયાર વાગ્યા આસપાસ ગામના બસ સ્ટેશને ભીખાભાઈની દુકાને યુવાને માવો ખાવા ગયો હતો પરંતુ દુકાન બધં હતી. જેથી ગામમાં જતો હતો. ત્યારે બસ સ્ટેશન પાસે શકિતસિંહે તેને રોકયો હતો. ત્યારે તેમની સાથે બે શખ્સો હાજર હતા. શકિતસિંહ ગાળો આપી તું મને કેમ ટોર્ચર કરે છે તેમ કહી થપ્પડ મારી હતી. બાદમાં તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે યુવાનને મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
યુવાને જણાવ્યું હતું કે, તે ત્યાંથી આગળ રોડ પર વાડીમાં જતો રહેલ હતો. બાદ વાડીમાં પડેલ જંતુનાશક દવાની ડબલીમાંથી થોડીક દવા પી ગયેલ હતો. ત્યારબાદ ઘરે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતા પત્નીએ ૧૦૮ એમ્બયુલન્સ બોલાવી સારવાર અર્થે પ્રથમ વંથલી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડો હતો. પાટણવાવ પોલીસે યુવાનની ફરિયાદ પરથી હત્પમલો અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application