ITRA જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–2026 નિમિત્તે “લાઇવ STEM વર્કશોપ”નું આયોજન

  • February 23, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ બનાવશે વિજ્ઞાન આધારિત રસપ્રદ રમકડાં

વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિતના સંયોજનની નૂતન પરિભાષા એટલે 'STEM' 

જામનગર મહાનગરપાલિકા હેઠળની વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 10માં અભ્યાસ કરતા આશરે 400 વિદ્યાર્થીઓ તા. 23 થી 26 ફેબ્રુઆરી સુધી 4 દિવસીય કાર્યક્રમ ધન્વંતરિ મેદાન ITRA ખાતે યોજાઈ રહ્યો છે. વર્કશોપ ખાસ કરીને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ITRA, જામનગર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.


આ લાઇવ STEM વર્કશોપ અંતર્ગત સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ઇજનેરી, ટેકનોલોજી અને ગણિત (STEM) વિષય સંબંધિત તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ માહિતીપ્રદ અને વિવિધ શૈક્ષણિક રમકડાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. 

આ STEM વર્કશોપ સાથે ITRA દ્વારા આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ – આયુર્વેદ વિશે જાગૃતિ ફેલાય. વિદ્યાર્થીઓ આયુર્વેદના સિદ્ધાંતો પાછળનો વૈજ્ઞાનિક આધાર, વિવિધ સારવાર પદ્ધતિઓ અને આપણા આસપાસ ઉપલબ્ધ ઔષધીય વનસ્પતિના ઔષધીય ગુણધર્મો વિશે માહિતી મેળવશે.


કાર્યક્રમ માટે ITRA દ્વારા જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ મારફતે નિઃશુલ્ક પ્રવેશ પાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વર્કશોપ શ્રી એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના સહયોગથી યોજાઈ રહ્યો છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આજે જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે ડૉ. તનુજા નેસારી, ડાયરેક્ટર, ITRA તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–2026 આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે જોડાયા હતા.


​​​​​​​
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાધેશ્યામ પાંડે, પ્રિન્સિપાલ, નંદવિદ્યા નિકેતન ઉપસ્થિત રહ્યા હતા તથા વિશેષ અતિથિ તરીકે સંકલ્પના પ્રમુખ લેખક અને સંચાલક ડૉ. દીપક પાંડે તથા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર સંજય પંડ્યા હાજર રહ્યા હતા. આ સમગ્ર માસ દરમિયાન ચાલનારી પ્રવૃત્તિઓનું આયોજન ITRA ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ડૉ. ગોપીનાથ અગ્નિહોત્રમ, બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા દ્વારા કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application