તાજિયાઓને આખરી ઓપ
જો આજે બીજ (ચાંદ) દેખાઇ જાય તો આવતીકાલ નહીં તો સોમવારથી માતમના અવસર મહોર્રમ માસનો પ્રારંભ થશે, ઇસ્લામી નવા વર્ષની શઆત થશે, જીલહજ માસની પૂણર્હિૂતિ થઇ જશે, કુરબાનીની યાદ સાથે ઇસ્લામી વર્ષની શઆત થશે અને મહોર્રમ માસના 10 દિવસ સુધી જામનગર સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ઠેર ઠેર વાએઝ, ન્યાઝ, સરબત વિતરણ, મજલીસ વિગેરેના આયોજનો થશે અને સમગ્ર મુસ્લિમ સમાજ ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ હઝરત ઇમામ હુસેનની કરબલાની મહાનતમ કુરબાનીની યાદમાં લીન થઇ જશે, માતમના આ પર્વને પ્રતિ વર્ષ જામનગરમાં પૂરી આસ્થા સાથે મનાવવામાં આવે છે અને શહેર-જિલ્લામાં અંદાજે પ00 જેટલા નાના-મોટા કલાત્મક તાજીયાઓ શોહદા-એ-કરબલાની યાદ માટે બનાવવામાં આવે છે, ચાર-ચાર, પાંચ-પાંચ માસ સુધી કલાત્મક તાજીયાઓ પર નકશીકામ કરવામાં આવે છે, જામનગરમાં શહીદોની યાદમાં બનતા તાજીયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ જો ચાંદ થઇ જાય તો રવિવારે મહોર્રમ માસનો પહેલો દિવસ હશે, અન્યથા સોમવારથી મહોર્રમ શઆત સાથે જ ચાંદ રાતથી જુદા જુદા સ્થળો પર શહીદોની શાનમાં વાએઝના કાર્યક્રમોની શઆત થઇ જશે, જે મહોર્રમ આશુરાની રાત સુધી ચાલશે, પરંપરા મુજબ મહોર્રમની તા. 9 ના રોજ તાજીયા પળમાં આવશે અને જો સોમવારે મહોર્રમની પહેલી તારીખ થાય તો અંગ્રેજી તા. 17 ના રોજ યૌમે આશુરાનો દિવસ હશે, આ દિવસે તાજીયાઓના સરઘસ નિયત ટ પર ફરશે અને રાત્રે તાજીયા ટાઢા કરવામાં આવશે, કરબલામાં ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ હઝરત ઇમામ હુસેન અને આપના 7ર પવિત્ર સાથીઓ દ્વારા મહાનતમ કુરબાની આપવામાં આવી હતી અને ત્રણ દિવસ સુધી ભૂખ્યા, તરસ્યા રહ્યા બાદ ઈસ્લામની રક્ષા માટે મરદુદ યઝીદની સેના સામે અલ્લાહની રાહમાં કુરબાની આપી હતી, એટલા માટે જ એવું લખાયું છે કે... ઇસ્લામ ઝીંદા હોતા હૈ, હર કરબલા કે બાદ..., ચાંદ રાતથી જુદા જુદા સ્થળે જશ્ન-એ-શહીદે આઝમની શાનમાં તકરીરો ફરમાવવામાં આવશે, તેમાં આલીમો દ્વારા મહોર્રમ માસનું મહત્વ અને કુરબાનીની બેજોડ ગાથા લોકોને સમજાવવામાં આવશે. આ 10 દિવસ સુધી સમગ્ર મુસ્લિમ સમાજ શોકમગ્ન રહેશે અને શહીદોને અશ્રુઓની અંજલિ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech