જો ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો તો જાણી લેજો આ વાત, શરીરના આ 5 ભાગો પર ક્યારેય ન કરાવવુ જોઈએ ટેટૂ

  • May 15, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ ટેટૂ કરાવવું એક ફેશન ટ્રેન્ડ બની ગયું છે. યુવા પેઢીથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને ખાસ બનાવવા માટે ટેટૂ કરાવવાનો શોખીન હોય છે. કેટલાક તેમના મનપસંદ ક્વોટસ લખાવે છે, જ્યારે કેટલાક કોઈ ખાસ વ્યક્તિનું નામ અથવા તસવીર બનાવડાવે છે. ટેટૂ દ્વારા, લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને પોતાના શરીરને એક આર્ટવર્ક તરીકે રજૂ કરે છે. લોકો પોતાના શરીરના ઘણા ભાગો પર ટેટૂ કરાવે છે. કેટલાક ગરદન પર, કેટલાક કમર પર અને કેટલાક હાથ પર પરંતુ શું જાણો છો કે શરીર પર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ટેટૂ કરાવવું માત્ર પીડાદાયક જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.


ટેટૂ કરાવતા પહેલા, દરેક વ્યક્તિ માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શરીરના કયા ભાગ સંવેદનશીલ અને ખતરનાક માનવામાં આવે છે. ખોટી જગ્યાએ ટેટૂ કરાવવાથી નર્વ ડેમેજ, ચેપ અથવા સ્કિન એલર્જી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.


1. હાથ પર ટેટૂ


આપણા રોજિંદા કાર્યોમાં હાથનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અહીંની ત્વચા પાતળી છે અને વારંવાર ધોવા, સૂર્યપ્રકાશ અને ઘર્ષણને કારણે ટેટૂ ઝડપથી ઝાંખું થવા લાગે છે. આ ઉપરાંત હાથ પર ટેટૂ કરાવવું ખૂબ જ પીડાદાયક છે કારણ કે ત્યાંના હાડકાં ત્વચાની ખૂબ નજીક હોય છે.


2. બાઈસેપ્સનો નીચેનો ભાગ


આ ભાગ શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે. ટેટૂ કરાવતી વખતે ખૂબ દુખાવો થઈ શકે છે. ઉપરાંત, બગલમાં વધુ પરસેવો થાય છે, જેના કારણે ટેટૂ ઝડપથી બગડવાનું જોખમ રહેલું છે અને ત્વચામાં ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે.


3. કોણી પર ટેટૂ


કોણી પરની ત્વચા જાડી અને સખત હોય છે પરંતુ તેમાં ભેજનો અભાવ હોય છે. આ કારણે ટેટૂની શાહી યોગ્ય રીતે સેટ થતી નથી અને વારંવાર ટચ-અપની જરૂર પડે છે. ઉપરાંત, કોણી પર ટેટૂ કરાવતી વખતે ખૂબ દુખાવો થાય છે કારણ કે ત્યાં ત્વચાની નીચે એક હાડકું હોય છે.


4. પગના તળિયા


પગના તળિયા શરીરના એવા ભાગો છે જે સતત જમીનના સંપર્કમાં રહે છે. અહીંની ત્વચા જાડી છે અને વધુ પરસેવો થાય છે, જેના કારણે શાહી ઝડપથી ફેલાઈ શકે છે અથવા ટેટૂ ઝાંખું થઈ શકે છે. હલનચલનને કારણે, અહીં ટેટૂ કરાવવું લાંબો સમય રહેતું નથી અને તે ખૂબ જ આઘાતજનક હોય શકે છે.


5. હથેળીઓ પર ટેટૂ


સતત કામ કરવાથી હથેળીઓની ત્વચા હંમેશા ફ્રિકશન રહે છે અને ત્યાંની ત્વચા ખૂબ જ ઝડપથી રીજનરેટ થાય છે. એટલા માટે હથેળી પરના ટેટૂ ખૂબ જ ઝડપથી ઝાંખા પડી જાય છે. આ ઉપરાંત, આ ભાગ પર ટેટૂ કરાવવાની પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક છે, જેને ઠીક થવામાં પણ સમય લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application