'જીંજર' ની બેદરકારીથી આફતમાં પડેલા પ્રવાસીઓને ફાયરે બચાવ્યા
યાત્રાધામ દ્વારકામાં રાજસ્થાનથી આવેલા યાત્રિકોને પ્રખ્યાત જીંજર હોટલમાં કડવો અનુભવ થતા યાત્રાધામની ગરિમાને ઠેસ પહોંચી છે.
આ બનાવની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનથી આવેલ યાત્રિકો જીંજર હોટલમાં રોકાયા હતા દરમ્યાન 4 મહિલા યાત્રિક લિફ્ટમાં 2 કલાકથી વધુ સમય ફસાયેલા રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
હોટલ સંચાલકો કે જવાબદારો દ્વારા લિફ્ટમાં ખામી અંગે યાત્રાળુઓને જાણ કરવામાં આવી ન હોવાનાં આરોપ પણ લાગી રહ્યા છે.હોટલ દ્વારા ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા પણ કોઈ નક્કર પગલા ન લેવાયા હોવાની ચર્ચા વચ્ચે લગભગ અઢી કલાક સુધી લીફ્ટમાં ફસાયેલી મહિલાઓનાં પરીવારે આખરે ફાયર બ્રિગેડની મદદ લેતા તમામ મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી શેકવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.
કોઇપણ હોટલમાં આવી આકસ્મિક ઘટના બને તો કેટલી વારમાં ફાયર બ્રિગેડ કે સ્થાનિક તંત્રની મદદ માંગવી જોઇએ એ અંગે પણ એક દિશા નિર્દેશ બહાર પાડવો જોઈએ જેથી કરીને સ્થિતિ હોટલ સંચાલકોની કાબૂ બહાર હોય તો તાકીદે તંત્રની શક્તિ કામે લગાડી ગંભીર પરીણામ અટકાવી શકાય.
યાત્રિકો પાસેથી ઉંચા ભાડા વસૂલતી હોટલો યાત્રિકોની સુરક્ષા માટે કેટલી બેજવાબદાર કે ઉદાસીન છે એ આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય ત્યારે આ પ્રકરણમાં સ્થાનિક તંત્ર એ પણ ઉદાહરણરૂપ યોગ્ય પગલા લેવા જોઈએ અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ (SOP) બનાવી દરેક હોટલ તેનું પાલન કરે એ સુનિશ્ચિત કરવું જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech