જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.
ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યક્તિ સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરે પરના નિયંત્રણની ચુસ્ત અમલવારી કરવા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આદેશ કરવામાં આવેલ છે.
આ આદેશ મુજબ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યકિત કે સંસ્થા, જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં અને આવા હોડીંગ્સની સાઇઝ ૧૫ ફુટ * ૮ ફુટ તથા કટઆઉટની સાઇઝ ૮ ફુટથી વધવી જોઇએ નહી.
કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય. આ જોગવાઈ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૩ કરોડના એવોર્ડ વસૂલાતના દાવા સામે ૮૯ લાખ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ
May 16, 2025 11:05 AMમચ્છુબેરાજા ગામની જમીનનો રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો નામંજુર કરતી અદાલત
May 16, 2025 11:01 AMભારતમાં પાકિસ્તાની ધ્વજ અને માલ વેચવા બદલ ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ
May 16, 2025 10:58 AMઅસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ તાપમાન ૩૬.૬ ડીગ્રી
May 16, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech