જામનગર : હાપા યાર્ડમાં લસણની આવકમાં વધારો

  • October 13, 2025 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના અંતીમ દિવસે લસણની સૌથી વધુ આવક નોંધાઇ હતી જે ૬૯ ખેડુતો દ્વારા ૧૫૫૫ ગુણી નોંધાઇ હતી જયારે સૌથી ઓછી આવક ૬૦ મણ રાજમાની નોંધાઇ હતી.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૪૫૦ થી ૬૮૫, બાજરી ૩૦૦ થી ૪૦૮, ઘઉં ૪૦૦ થી ૫૪૦, મગ ૧૨૦૦ થી ૧૫૪૦, અળદ ૭૦૦ થી ૧૧૩૦, તુવેર ૭૭૫ થી ૧૧૯૫, ચોળી ૩૩૦ થી ૭૯૫, મેથી ૯૦૦ થી ૯૮૯, ચણા ૧૦૦૦ થી ૧૦૯૪, ચણા સફેદ ૧૨૦૦ થી ૧૮૩૫, મગફળી જીણી ૧૦૧૦ થી ૧૧૩૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૦, એરન્ડા ૧૦૦૦ થી ૧૨૪૩, તલી ૧૨૦૦ થી ૧૮૮૦, લસણ ૫૨૫ થી ૧૦૦૫, કપાસ ૯૦૦ થી ૧૫૮૦, જીરૂ ૨૫૦૦ થી ૩૪૩૦, અજમો ૯૦૦ થી ૨૧૫૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૪૬૦, ધાણા ૧૦૦૦ થી ૧૪૫૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૩૦, સોયાબીન ૬૦૦ થી ૭૯૦, રાજમાં ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીના ભાવ બોલાયા હતા શનિવાર કુલ જણસ ૨૧૭૪૧ મણ ગુણી ૮૭૧૨ જે ૫૯૭ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જી‚ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application