કચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા

  • May 10, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા.

અબડાસા તાલુકાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનનો ડ્રોન હવામાં જ તોડી પાડવામાં આવ્યો. ભુજ નજીક એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ડ્રોન ઘૂસી આવ્યો હતો, જેને પણ તાત્કાલિક ખાતમલ કરીને તોડી પાડવામાં આવ્યો. આદિપુરના કોલેજ વિસ્તાર નજીક એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું. નલિયા નજીક 4 ડ્રોન નષ્ટ કરાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

પ્રદેશના જિલ્લાના અધિકારીઓ અને પોલીસ તંત્રએ તરતજ કાર્યવાહી કરતાં સંભવિત ખતરા વાળા વિસ્તારોને કોર્ડન કર્યા છે. કચ્છના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર અપીલમાં લોકોને ઘરની બહાર બિનજરૂરી ન જવાની વિનંતી કરવામાં આવી છે. સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે સૂચના આપી છે.

ગુજરાતની ભારતીય સેનાની સક્ષમતા અને સતર્કતાના કારણે ગુજરાતમાં હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી. જો કે આ ઘટનાને લઇને ગુજરાતમાં વહીવટી તંત્ર સતર્ક બની ગયુ છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના બાદ મહત્વની બેઠક બોલાવી છે. ફરીવાર પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. હાલની સ્થિતિને લઈને દેશના 32 એરપોર્ટ બંધ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application