પોરબંદરના રંગબાઇ મંદિર સામે વહીવટીતંત્રએ દબાણ દુર કરીને ૪૦ કરોડ પિયાની કિંમતી જમીન ખાલી કરાવી હતી. ઓડદર ગામના રંગબાઈ માતાજીના મંદિરની સામે આવેલ પોરબંદર -સોમનાથ નેશનલ હાઇવેની પૂર્વ બાજુએ આવેલ રેવન્યુ સર્વે નંબર ૨૦૫૬ની સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલ દબાણ બાબતે મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ -૬૧ હેઠળ કુલ -૨૪ દબાણદારો વિરુદ્ધ કેસ દાખલ કરી દબાણદારોને બ સાંભળી સરકારી જમીનમાં કરવામાં આવેલ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા હુકમ કરવામાં આવેલ હતો પરંતુ દબાણદારો દ્વારા સમય મર્યાદામાં દબાણ દૂર ના કરતા દબાણદારોને સ્વેચ્છાએ દબાણદૂર કરવા જમીન મહેસૂલ કાયદાની કલમ -૨૦૨ ની નોટિસથી આપી જાણ કરવામાં આવેલ. તેમ છતાં પણ દબાણ દૂર ના થયેથી ફરી ૧૫ દિવસનો સમય આપી દબાણ દૂર કરવા જણાવેલ હતું આમ છતાં દબાણ દૂર ના થતા ટીમ બનાવી દબાણ દૂર કરવા માટે તારીખ ૦૭/૦૫/૨૦૨૫ મુકરર કરવામાં આવી.
તારીખ ૦૭/૦૫/૨૦૨૫, ૦૮/૦૫/૨૦૨૫ અને ૦૯/૦૫/૨૦૨૫ ના રોજ ૨ જેસીબી મશીન દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને કુલ -૨૪ દબાણદારોના કબજામાં આવેલ કુલ ૧૭૫૮૮૦-૦૦ ચોરસ મીટર જમીન માંથી રહેણાંક મકાન શિવાયનું આશરે ૧૫૨૦૦૦-૦૦ ચોરસ મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. આ જમીનની બજાર કિંમત આશરે ૪૦ કરોડ જેવી થવા જાય છે.
જ્યારે બાકી રહેલ રહેણાંક મકાન સિવાયના આશરે ૧૮૦૦૦-૦૦ ચોરસ મીટર જમીનનું દબાણ દૂર કરવાની કાર્યવાહી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech