જામનગર નજીક બંધ ટ્રક પાછળ એકટીવા અથડાતા કારખાનેદારનું મૃત્યુ

  • November 26, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હાર માળા યથાવત રહી છે. ગઈકાલે શેખપાટ ગામના પાટીયા પાસે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના કારખાનેદાર ધ્રોલ પંથકમાંથી લૌકિક ક્રિયામાંથી પરત ફરી રહ્યા હતા, દરમિયાન બંધ ટ્રક પાછળ ઘુસી જતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.


જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પરષોત્તમભાઈ લાધાભાઈ સંઘાણી (ઉ.વ.૬૩) નામના વૃઘ્ધ લૌકિક ક્રિયામાથીં પરત એકટીવા નં. જીજે૧૦ડીબી-૫૭૨૧ લઇને આવી રહયા હતા દરમિયાન જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે માર્ગ ઉપર બંધ પડેલા જી.જે.૨૫ યૂ. ૯૯૨૩ નંબરના ટ્રકની પાછળ ઘૂસી જતાં ગોજારો અકસ્માત થયો હતો.
​​​​​​​

 જેમાં તેઓને હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું છે. મૃતકના પુત્ર નરેશભાઈ સંઘાણીએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં માર્ગ પર રેઢો મૂકી દેનાર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બનાવના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News