જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવા માટે મોક્ડ્રિલ યોજાઈ
જામનગરના એરપોર્ટ પર લોકોની જાનમાલ ની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ડોગ સ્ક્વોર્ડ, એસ.ઓ.જી. સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂપે આજે સાંજે મોકડ્રીલ યોજાઈ હતી.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા જામનગરના એરપોર્ટ પર સુરક્ષા ની દ્રષ્ટિએ વિવિધ એજન્સીઓની ચકાસણી કરવાના ભાગરૂપે ગુરુવારે સાંજે એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ પડ્યું છે, તેવી માહિતીના આધારે જુદી જુદી સુરક્ષા એજન્સીઓને દોડતી કરાવવામાં આવી હતી.
ડી.વાય.એસ.પી. ના સંદેશા ના આધારે જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ડોગ સ્કોવોર્ડ, એરપોર્ટની સુરક્ષા એજન્સી, એસ.ઓ.જી. સહિત ની જુદી જુદી સુરક્ષા એજન્સી ની ટિમો તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચી હતી, અને સમગ્ર એરપોર્ટ પરિસરને રાઉન્ડઅપ કરી લીધા પછી બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું.
જે તપાસણી દરમિયાન બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ની ટિમ ને એક પાર્સલ મળી આવ્યું હતું, જેમાં શંકાસ્પદ વસ્તુ પડેલી હોય તેવો સંદેશો વહેતો કરાયો હતો.
દરમિયાન જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ખુદ સ્થળ પર હાજર રહ્યા હતા, અને તેઓ દ્વારા સમગ્ર કવાયત કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું, અને આખરે સર્ચ ની કામગીરી સમયસર પૂરી થતાં મોકડ્રીલને પૂર્ણ જાહેર કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech