જામનગરમાં સાયરન વાગી, આપાતકાલીન સ્થિતિનું નિર્માણ, કલેક્ટરનો લોકોને ઘરની બહાર ન નિકળવા અને વેપાર ધંધા બંધ રાખવા આદેશ

  • May 10, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બંન્ને દેશો વચ્ચે મિસાઈલો અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે જામનગરમાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કલેક્ટર ઠક્કર દ્વારા લોકોને ઘરની બહાર ન નિકળવા આદેશ કર્યો છે.


તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું


કલેક્ટર ઠક્કરે જણાવ્યું છે કે, તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.   



ઘરની અંદર જ રહેવા સૂચના આપી

જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે 2.15 વાગ્યે સાયરન વગાડવામાં આવ્યું હતું. જામનગર પર હુમલાનું સાયરન વાગતા  લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જામનગરમાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થતા કલેક્ટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને ઘરની અંદર જ રહેવા સૂચના આપી છે.​​​​​​​

જામનગર જિલ્લામાં ચેતવણીનું સાયરન વગાડવામાં આવ્યું

કલેક્ટરે ટ્વીટ પણ કર્યું છે જેમાં લખ્યું છે કે, જામનગરના લોકોને સાવધાન રહેવા સૂચન છે. જામનગર જિલ્લામાં ચેતવણીનું સાયરન વગાડવામાં આવ્યું છે. નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application