જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો

  • October 18, 2025 06:53 PM 

ગુજરાતના મંત્રી મંડળનું શુક્રવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો પણ સમાવેશ કરાયો હતો. આથી અન્ય મંત્રીઓની સાથે તેઓએ પણ ગાંધીનગર મહાત્મા મંદીરમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં મંત્રી તરીકેના શપથ લીધા હતાં. તેઓને પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણના રાજયમંત્રી તરીકેનો કારોભાર સોંપવામાં આવ્યો છે.

​​​​​​​

રાજયના તમામ નવા મંત્રીઓએ શનિવારના વિજયમૂર્હતમાં ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિમ સંકુલમાં કાર્યરત ઓફીસમાં ચાર્જ સંભાળ્યો હતો. જામનગરના ધારસભ્ય રીવાબા જાડેજાએ પણ તેઓની ઓફીસમાં પદભાર સંભાળ્યો હતો.


પદભાર સંભાળતા પહેલા તેમણે પૂજા કરી હતી. ધારાસભ્ય રીવાબાએ મંત્રી તરીકે ચાર્જ સંભાળતા આ વેળાએ તેણીના પતિ ક્રીકેટર રવીન્દ્ર જાડેજા, પુત્રી તથા પરિવારના અન્ય સભ્યો તથા આગેવાના અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application