બમ બમ ભોલે.....જય ગીરનારી...
ગીરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવ દાદાના અભિષેક,પૂજન અર્ચન બાદ પરિસરમાં સાધુ સંતોના હસ્તે શાસ્ત્રોક્ત વિધીવિધાન સાથે ધ્વજાના પૂજન સાથે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ બાદ પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો.
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા સૌરાષ્ટ્રભરના ડીવીઝન અને સબ ડીવીઝનોમાંથી જુનાગઢ જતી નિયમીત એસટી બસો સિવાય એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે જે પાંચ દિવસ સુધી ચાલશે.
શિવરાત્રીને મેળાને અનુલક્ષીને જામનગર એસટી ડીવીઝન તેમજ તેમના તળે આવતા સબ ડીવીઝન મથકોએથી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે
જામનગર એસટી ડીવીઝન દ્વારા ૨૨-૨ ના રોજ તથા ૨૩-૨ ના રોજ બે એક્સ્ટ્રા દોડાવવામાં આવી હતી નિયમિત રીતે રોજ દર કલાકે જુનાગઢ બસ ચાલે જ છે, ટ્રાફિકની જરૂરિયાત મુજબ વધુ બે બસોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે.
જામનગર એસટી ડીવીઝન તળે આવતા સબ ડીવીઝન દ્વારકા, જામખંભાળિયા,ધ્રોલ, જામજોધપુરથી નિયમિત રીતે જુનાગઢ બસો ચાલે જ છે.
ધ્રોલ ડેપોથી દરરોજ ચાર બસ ચાલે છે, ટ્રાફિક રહેશે તો વધુ એક બસ ફાળવાશે.
દ્રારકા તથા જામખંભાળિયા સબ ડીવીઝનમાંથી જુનાગઢ નિયમિત બસોનું સંચાલન થાય જ છે ટ્રાફિકની જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech