જામનગર વીએચપી દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ

  • April 22, 2025 10:45 AM 


જામનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ અઘ્યક્ષ વિજય બાબરીયા તથા હોદેદારો દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં કાયદો અને કાનુનની પરિસ્થીતી અત્યંત ખરાબ હોય અને હિન્દુઓ પર નિર્લજજ હુમલા થતા હોય, રાજય સરકારની દમનકારી હિન્દુ વિરોધી નીતીના વિરોધમાં જામનગર જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને સંબોધીને પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરવામાં આવી છે. ખાસ કરીને મુરસીદાબાદ જીલ્લામાં હિન્દુઓ પર ખુબ જ અત્યાચારો કરવામાં આવ્યા છે, દમનકારી મમતા સરકારને બરખાસ્ત કરી તાકીદે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application