કલેકટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને ૨૬મી જાન્યુઆરીના આયોજન અંગે બેઠક યોજાઇ
દેશભમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપરમાં શ્રેયસ નર્સિંગ કોલેજની બાજુમાં ખુલ્લા મેદાનમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં જેમાં જામનગર(ગ્રામ્યમાં) જાંબુડા ખાતે, ધ્રોલ તાલુકાના મજોઠમાં, લાલપુર તાલુકાના ડબાસંગમાં, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયામાં, જામજોધપુર તાલુકાના પાટણમાં તાલુકાકક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech