સાઇબર ફ્રોડમાં ગયેલા રૂ. ૮૯,૫૦૦ કમલાબાગ પોલીસે અપાવ્યા પરત

  • May 16, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બે અરજદારોના સાઇબર ફ્રોડમાં ગયેલા ૮૯,૫૦૦ ‚ા. પોલીસે પરત અપાવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા જૂનાગઢ રેન્જ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ તથા પોલીસ અધિક્ષક સાહિત્યા  વી.ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં બનતા  સાઇબર ક્રાઇમના ગુન્હાઓના તાત્કાલિક નિરાકરણ અનુસંધાને પોરબંદર જિલ્લામાં બનતા સાઇબર ફ્રોડના બનાવો જેવાકે ઓનલાઇન ટિકિટ બુકીંગ અને ઓનલાઇન ક્રેડીટ કાર્ડ, ડેબીટકાર્ડ ગીફટ ફ્રોડ ફાઇનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા ન્યુડ વીડિયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે ફરિયાદી, અરજદારો સાથે ફ્રોડ વગેરે જેવા બનતા સાયબર ફ્રોડના બનાવો શોધી કાઢી અને અરજદારોની ફ્રોડની રકમ પરત અપાવવા સુચના આપવામાં આવેલી હતી.
જે અન્વયે કમલબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાએ કમલાબાગ ખાતે કાર્યરત સાઇબર ટીમના સભ્યો એ.એસ.આઇ. એન. એસ.દેસાઇ, વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન મંગાભાઇ, વુમન લોકરક્ષક વૈશાલીબેન ભીમસિંહભાઇ, આઇ.ટી. એકસ્પર્ટ દેવાંગીબેન રાજેશભાઇને જ‚રી માર્ગદર્શન અને સૂચના આપેલ જે અન્વયે ખુબજ ખંતપૂર્વક અને તપાસ કરી સાયબર ફ્રોડમાં ગયેલ અરજદાર ડો. અલ્તાફ યુસુફભાઇ રાઠોડને ‚ા. ૪૪,૫૦૦ તથા પ્રિયા  દિપેન ચૌહાણને ‚ા. ૪૫,૦૦૦ એમ કુલ -૨ અરજદારોના મળી કુલ ‚ા. ૮૯,૫૦૦  ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવેલ છે.
આથી પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છેકે ઓનલાઇન ટિકિટ બુકીંગ અને ઓનલાઇન ક્રેડીટ કાર્ડ, ડેબીટકાર્ડ , ગીફટફ્રોડ, ફાઇનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઇન્સ્ટાગ્રામ, તથા ન્યુડ વિડીયોકોલ તથા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઇ કરવી અને હંમેશા જે તે કંપની બેંકની  ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો તેમજ કોઇપણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એની ડેસ્ક, અવ્વલ ડેસ્ક વગેરે જેવી ડાઉનલોડ કરી નહીં
આ કામગીરીમાં પોરબંદર કમલાબાગ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી. કાનમીયા, એ.એસ.આઇ. એન. એસ. દેસાઇ, વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન મંગાભાઇ,વુમન લોકરક્ષક વૈશાલીબેન ભીમસિંહભાઇ, આઇ.ટી. એકસ્પર્ટ દેવાંગીબેન રાજેશભાઇ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application