ખંભાળિયાની હિન્દુ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો

  • June 13, 2024 11:19 AM 

જમ્મુ કાશ્મીરમાં યાત્રી બસ પર થયેલા હિચકારા હુમલા પ્રકરણ: પૂતળા દહન કરી, આવેદન અપાયું


જમ્મુ કાશ્મીરમાં ગત તારીખ 9 ના રોજ યાત્રિકો સાથે વૈષ્ણોદેવીથી  શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલી એક ખાનગી બસ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે બસમાં સવાર બાળકો, મહિલાઓ સહિત 10 જેટલા યાત્રાળુઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી હતી.


આ સાથે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે ગઈકાલે બુધવારે સાંજે વિરોધ પ્રદર્શિત કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અહીંના જોધપુર ગેઈટ પાસે ગાંધીજીના પૂતળા નજીક કાર્યકરોએ આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરી અને પૂતળા દહન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રવીણસિંહ કંચવા, પાચાભા સુમણીયા, અમિતભાઈ જાદવાણી, બાલુભા વાઘા, મિલનભાઈ વારીયા, ઈશ્વરભાઈ સોલંકી, ઘનુભા વાઢેર, સહિતના કાર્યકરો જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application