જલારામ અન્નપૂર્ણા ગૃહની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંના 100 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખુબજ નજીવી આવકવાળા રઘુવંશી પરિવારોને ખાસ પરમીટ આપવામાં આવી છે. જેમાં કિટ વિતરણની આ પ્રવૃત્તિ સતત 42 માં વર્ષે પણ અવિરત પણે જારી છે.
વર્ષ 1982 થી ચાલી આવતી આ સેવામાં મુળજીભાઈ પાબારી (મુંબઈ વાળા) એક આધારસ્તંભ દાતા રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમના નિવાસસ્થાને જ આ વિતરણ કરવામાં આવે છે. તેઓ દ્વારા આ ગીત અંગેનો તમામ ખર્ચ આપવામાં આવે છે.
તાજેતરમાં દિવાળી પર્વ નિમિત્તે તેમના તરફથી પ્રત્યેક પરિવાર દીઠ 500 રૂપિયાની રાશનની કીટ આપવામાં આવી હતી બીજા દાતા સ્વ. નલીનભાઈ મોદી (યુ.કે.) ના પરિવારજનો દ્વારા પણ કીટ તેમજ અન્ય મકરસંક્રાતિને લગતી વસ્તુઓનું અનુદાન આપીને પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું હતું.
આ કિટ વિતરણની વ્યવસ્થા ટ્રસ્ટી નીખીલભાઈ કાનાણી તેમજ નિશિલભાઈ કાનાણીએ સુપેરે નિભાવી હતી. આ સેવામાં વર્ષોથી આ સંસ્થાના મુક સેવક અશોકભાઈ દાવડાએ પણ સેવામાં સહકાર આપ્યો હતો. આ તબક્કે સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech