જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ માં વિકસિત ભારત વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૬૨.૨૬ લાખના કુલ છ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪માં પાણાખાણ શેરી નંબર ૧ અને ૨ વચ્ચે સીસી રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે પણ મયુર નગર શેરી નંબર ૬ પ્રજાપતિની વાડી પાછળ મિલેટ્રી ની દીવાલની બાજુમાં પેવર બ્લોક બનાવવાના કામણી ખાત મુહૂર્ત ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં અનિલ આંગણવાડી શેરીમાં શક્તિ પાનથી આડી અને ઉભી શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
સાથો સાથ જુની નવા નગર બેંક એક રૂપિયાના સિક્કા થી ૫૮ હિંગળાજ ચોકથી રમેશ હાર્ડવેર સુધીના રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૬ માં રાણી મંજિલ થી વસંત નાનજી ભદ્રા ના ઘર સુધી અને મોહનભાઈ ગઢવી ના ઘર નજીક હનુમાન દાદાના મંદિર પાસે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.
જ્યારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૦ માં વરૂડી પાન થી સંદીપભાઈ જોઇશર ના ઘર સુધી રોડની બંને સાઈડમાં પેવર બ્લોકના કામનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વોર્ડ નંબર ૧૪ ના નગરસેવક મનીષ કટારીયા, કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા તેમજ વોર્ડ નાં ૧૪ ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech