બંગાળમાં દીદીનો સફાયો, ત્રણ રાજ્યમાં કેસરિયો, તમિલનાડુમાં પ્રચંડ 'વિજય', જાણો લેટેસ્ટ આંકડા

  • May 04, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા દીદી પર ભાજપનો કેસરિયો ફરી વળ્યો છે.જ્યારે આસામમાં ભાજપે પોતાનો ગઢ ફરી હાંસલ કર્યો છે. જ્યારે કેરળમાં યુડીએફ આગળ છે. તમિલનાડુમાં શાસક ડીએમકેને પછાડી થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેનો વિજય થયો છે.જ્યારે પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. 


પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેના માટે મતદાન થયું હતું. 23 એપ્રિલે પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે મતદાન થયું હતું. 29 એપ્રિલે બીજા તબક્કામાં 142 બેઠકો માટે મતદાન થયું હતું. એક બેઠક માટે ફરીથી મતદાન જરૂરી છે, જેના પરિણામે આજે 293 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. શરૂઆતના વલણોમાં, ભાજપ અને ટીએમસી વચ્ચે કડક લડાઈ જોવા મળી હતી, પરંતુ હવે ભાજપે મોટી લીડ મેળવી લીધી છે.


આસામમાં કુલ ૧૨૬ વિધાનસભા બેઠકો છે. બધી ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન ૯ એપ્રિલે થયું હતું. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળ ભાજપે જીતની હેટ્રિક ફટકારી છે. 


તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો છે. આ બેઠકો માટે મતદાન 23 એપ્રિલના રોજ થયું હતું. રાજ્યભરના મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, મતદાન 85.14 ટકા સુધી પહોંચ્યું હતું, જે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે છે. રાજ્યમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળ ડીએમકે શાસિત છે. પરંતુ આ વખતે થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેએ બાજી મારી છે. 


કેરળની વાત કરીએ તો, આ દરિયાકાંઠાના રાજ્યની 140 વિધાનસભા બેઠકો માટે મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થયું હતું. આ વખતે, રાજ્યમાં 78.27 ટકા મતદાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની 30 બેઠકો માટે મતદાન પણ 9 એપ્રિલે થયું હતું, જેમાં 89.97 ટકા મતદાન થયું હતું. કેરળમાં પી. વિજયનના નેતૃત્વ હેઠળના એલડીએફનું શાસન છે, જોકે આ કોંગ્રેસ ગઠબંધન હેઠળના યુડીએફએ મેદાન માર્યું છે. જ્યારે રંગાસ્વામીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને પુડુચેરીમાં બાજી મારી છે.


પ. બંગાળમાં ભાજપનો જય જયકાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં ભારે ઉલટફેર સાથે ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના શાસનનો આખરે અંત આવ્યો છે. ૨૯૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૧૪૭ બેઠકોની જરૂરિયાત સામે ભાજપે ૧૯૨ બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને બંગાળના રાજકારણમાં નવો અધ્યાય લખ્યો છે. બીજી તરફ, મમતા બેનર્જીની પાર્ટી માત્ર ૯૬ બેઠકો પર સમેટાઈ ગઈ છે, જે ટીએમસી માટે મોટો આંચકો માનવામાં આવે છે.
બંગાળમાં 'પરિવર્તન' ના નારા સાથે ભાજપે જબરદસ્ત પ્રચાર કર્યો હતો, જેના પરિણામે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ભગવો લહેરાયો છે. મતદારોએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સત્તાધારી પક્ષને નકારીને ભાજપના 'સોનાર બાંગ્લા' ના વિઝન પર મહોર મારી છે. આ ભવ્ય જીત સાથે ભાજપે પૂર્વી ભારતમાં પોતાનો મજબૂત ગઢ સ્થાપિત કર્યો છે અને હવે રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવાનો માર્ગ મોકળો થયો છે. પક્ષના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને 'જય શ્રી રામ' ના નારા સાથે બંગાળમાં વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.


પંશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માત્ર 96 બેઠક પર સમેટાઈ ગઈ છે. જ્યારે ભાજપે બહુમતિનો આંકડો પાર કરી 192 બેઠક પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બહુમતિ માટે 147 બેઠકો મેળવવાની હોય છે. જોકે ભાજપ તેનાથી પણ આગળ નીકળી ગયું છે.


તમિલનાડુમાં 'વિજય' પતાકા લહેરાઈ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં રાજકીય ઈતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અભિનયની દુનિયાને અલવિદા કહી રાજકારણમાં ઝંપલાવનાર સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગ વેટ્ટરી કઝગમ (ટીવીકે)એ પ્રચંડ વિજય તરફ કૂચ કરી છે. તાજેતરના વલણો મુજબ, વિજયની પાર્ટી ૧૦૬ બેઠકો પર જીત હાંસલ કરી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વવાળી સત્તાધારી ડીએમકે માત્ર ૫૭ બેઠકો પર સમેટાઈ ગઈ છે, જ્યારે અન્નાદ્રમુક ૫૯ બેઠકો સાથે બીજા ક્રમે છે. અન્ય પક્ષો ૧૦ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. દ્રવિડિયન રાજનીતિના ગઢ ગણાતા તમિલનાડુમાં દાયકાઓ જૂના ડીએમકે અને અન્નાદ્રમુકના વર્ચસ્વને વિજયે એકલે હાથે તોડી પાડ્યું છે. જનતાએ પરિવર્તનને સ્વીકારીને 'થલાપતિ' પર વિશ્વાસ મૂક્યો છે, જે રાજ્યમાં નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. વિજયની આ 'વિજય' પતાકાએ દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે તે આગામી મુખ્યમંત્રી તરીકે મબલખ જનમત મેળવી સત્તાના સિંહાસન તરફ આગળ વધી રહ્યા છે.

તમિલનાડુમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. આ લખાય રહ્યું છે ત્યારે સ્ટાલિનને પછાડીને એક્ટિંગની દુનિયામાંથી વિદાય લેનાર થલાપતિ વિજયની ટીવીકેએ 106 બેઠક હાંસલ કરી છે. જ્યારે અન્નાદ્રમુક 59 બેઠક અને ડીએમકે 57 બેઠક પર આગળ છે. જ્યારે 10 બેઠકો પર અન્ય પક્ષો આગળ છે.


કેરળમાં યુડીએફની જીત નિશ્ચત

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના તાજેતરના પરિણામો અને વલણો મુજબ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ રાજ્યમાં સ્પષ્ટ બહુમતી તરફ કદમ વધાર્યા છે. કુલ ૧૪૦ બેઠકો ધરાવતી કેરળ વિધાનસભામાં સત્તા સ્થાપવા માટે ૭૧ બેઠકોની જરૂર હોય છે, જેની સામે યુડીએફ હાલ ૭૩ બેઠકો પર આગળ રહીને જીત નિશ્ચિત કરી રહ્યું છે. બીજી તરફ, સત્તાધારી એલડીએફ (એલડીએફ) માત્ર ૨૮ બેઠકો પર સમેટાઈ ગયું હોય તેવું જણાય છે, જે રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની વર્ષો જૂની પરંપરા ફરી જીવંત થયાનો સંકેત આપે છે. ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ  બે બેઠકો પર સરસાઈ ધરાવે છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષો આઠ બેઠકો પર આગળ છે. રાજ્યમાં એન્ટી-ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) અને આર્થિક મુદ્દાઓ યુડીએફની તરફેણમાં રહ્યા હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે. આ ભવ્ય વિજય સાથે કેરળમાં ફરી એકવાર કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના શાસનનો માર્ગ મોકળો થયો છે, જે રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસ માટે પ્રોત્સાહક સમાચાર છે.


કેરળમાં કોંગ્રેસ સાથે ગઠબંઠન હેઠળ યુડીએફની જીત નિશ્ચિત છે. આ લખાય રહ્યું છે ત્યારે યુડીએફ 73 બેઠક પર, એલડીએફ 28 બેઠક પર એનડીએ બે બેઠક પર અને આઠ બેઠક પર અન્ય પક્ષો આગળ છે. 


પુડુચેરીમાં ચોથી એનડીએની જીત

પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોમાં સત્તાધારી એનડીએ ગઠબંધન ફરી એકવાર સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. 30 બેઠકો ધરાવતી આ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 16 બેઠકોની જરૂર છે, અને તાજેતરના વલણો મુજબ એનડીએ આ આંકડો વટાવી રહ્યું છે. એન.આર. કોંગ્રેસના સ્થાપક અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ થટ્ટનચાવડી બેઠક પરથી 4,441 મતોની સરસાઈ સાથે શાનદાર જીત મેળવી છે. વલણો મુજબ, એન.આર. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. ભાજપે પણ મન્નાડીપેટ જેવી મહત્વની બેઠકો પર જીત મેળવી છે. આ લખાય રહ્યું છે ત્યારે એનડીએ 16 બેઠક પર, કોંગ્રેસ ત્રણ બેઠક પર અને બે બેઠક પર અન્ય પક્ષો આગળ છે.


પરિશ્રમથી દરેક પડકારને  પાર કરી શકાયઃ પીએમ મોદી

પીએમએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું- કૌશલ્ય, પરિશ્રમ અને કરુણા આપણા જીવનની અદ્ભુત શક્તિઓ છે. આના માધ્યમથી આપણે ફક્ત દરેક પડકારને પાર કરી શકીએ છીએ, પરંતુ આ આપણા લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ મદદરૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application