300 કિલોમીટર તું આવ 300 કિલોમીટર હું આવું જોઈ લઈશું...સોશિયલ મીડિયામાં જયરાજસિંહ, ગણેશ જાડેજા વિશે એલફેલ બોલનાર ઝડપાયો

  • May 01, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા વિશે એલફેલ બોલી બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા શબ્દો ઉચ્ચારનાર સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી મૂળ સુલતાનપુરના વતની અને હાલ સુરતમાં રહેતા શખસને સુરતથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણો શું ધમકી આપી હતી?

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના સાજડીયાળી ગામે રહેતા લલીતભાઈ માવજીભાઈ કોરાટ દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જય ઉર્ફે કાળુ બાબુભાઈ પઘડાળનું નામ આપ્યું હતું. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વોટસએપ ઉપર ચિરાગભાઈ ડોબરીયા એક ફેસબુક વીડિયોની લીંક મોકલી હતી. જે લિંક ખોલી વિડીયો જોતા તેમાં ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આરોપી ગાળો બોલતો હોય તથા અશ્લીલ શબ્દ બોલતો હોય અને કહેતો હોય કે 300 કિલોમીટર તું આવ 300 કિલોમીટર હું આવું જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. 


પટેલોને હાથા બનાવવાનું બંધ કરો તેમ કહ્યું હતું

પટેલોને હાથા બનાવવાનું બંધ કરો તેમ કહી બે જ્ઞાતિ વચ્ચે એવું બોલતો હોય તથા ગીતાબા જાડેજા વિશે પણ એલફેલ શબ્દ બોલતો હોય જેથી લાગણી દુભાવનારી આવી કોમેન્ટ કરનાર આ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


સુલતાનપુર પોલીસે સુરતથી ઝડપ્યો

સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના પગલે ડીવાયએસપી કે.જી. ઝાલાની રાહબરી હેઠળ સુલતાનપુર પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરી આરોપી જયેશ ઉર્ફે કાળુ બાબુભાઈ પાઘડાળ (રહે. હાલ સુરત, મૂળ સુલતાનપુર)ને સુરતથી ઝડપી લઇ કાયદેરસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application