તું મારી પત્ની સાથે ફોનમાં કેમ વાત કરે છે કહી યુવકને માર માર્યો
તું મારી પત્ની સાથે ફોનમાં કેમ વાત કરે છે કહી યુવકને માર માર્યો
May 07, 2026 10:16 PM
રાજકોટ કુવાડવા તાંબાના ચાંચડીયા ગામે રહેતા યુવકને રસ્તામાં રોકી ફોન માગી ચેક કરીને તું મારી પત્ની સાથે કેમ ફોનમાં વાત કરે છે કહી શખ્સ અને તેની સાથેના વ્યક્તિએ લાકડી અને પ્લાસ્ટિકની નળી વડે મારમારતા સારવાર લીધી હતી. આ અંગે યુવકે બંને શખ્સો સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ વિઠ્ઠલભાઈ કુમારખાણીયા અને મયુર નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ચાંચડીયા ગામે રહેતો અને મજૂરી કામ કરતો કાનજી હકાભાઈ મકવાણા (ઉ.વ.૨૨)નો યુવક મંગળવારે બપારે મોટરસાઈકલ લઈને ગામમાં રહેતા બનેવીના ઘરે જતો હતો ત્યારે ગામના ઝાપા પાસે ઉભેલા અનિલ કુમારખાણીયાએ બાઈક રોકાવી ફોન માગી ચેક કર્યો હતો જે જોયા બાદ તું મારી પત્ની સાથે ફોનમાં કેમ વાત કરે છે કહી બોલાચાલી કરી લાકડી વડે મારમારવા લાગ્યો હતો. દરમિયાન ગામમાં રહેતો મપુર આવી જતા તેને પણ પ્લાસ્ટિકની નળી વડે મારમારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવ અંગે કુવાડવા પોલીસે યુવકની ફરિયાદ ના આધારે બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.