જામનગર : કાલાવડમાં પતંગ પકડવા ગયેલા તરૂણનું વિજઆંચકાથી મૃત્યુ

  • January 06, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા એક તરૂણ કપાયેલી પતંગ લેવા માટે જતા અકસ્માતે વિજ થાંભલામાં અડી જતા કરન્ટ લાગવાથી તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.


કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા નફીસ અહેમદ ઇદરીશભાઇ સોલંકી (ઉ.વ.૧૭) નામનો તરૂણ પતંગ લેવા જતા થાંભલામાંથી ઇલેકટ્રીક શોક લાગતા બેભાન અવસ્થામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જયાં તેમનું મૃત્યુ થયાનું જણાવાયુ હતું.


આ બનાવ અંગે કુંભનાથપરામાં રહેતા ઇદરીશ નુરમામદભાઇ સોલંકીએ ટાઉન પોલીસમાં જાણ કરી હતી આ બનાવના પગલે પરિવાર સહિતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application