ફ્રી ફાયર ઓનલાઇન ગેમના માધ્યમથી સગીરાને ફસાવી દુષ્કર્મ ગુજારનાર શખ્શને આજીવન સખ્ત કેદની પડી સજા

  • May 14, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની એક સગીરાને ફ્રી ફાયર ઓનલાઇન ગેમના માધ્યમથી ફસાવીને રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા  સુધી અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર શખ્શને આજીવન કેદની સજા અને તેમને એકાંતમાં રહેવા માટે વ્યવસ્થા કરાવી દેનાર  અને મદદગારી કરનાર શખ્શને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા પોરબંદરની પોકસો કોર્ટે ફટકારી છે.
આ ગુન્હાની હકીકત એવી છે કે આ કામના આરોપી પવનકુમાર ગોપીરામ પવાર તથા પવનકુમાર મુંશીરામ કુંભારે આ કામના ફરીયાદીની સગીરવયની દીકરી, ભોગ બનનાર ગઇ તા. ૨૭-૩-૨૦૨૩ના સવારેના ૯ વાગ્યા પછીના સમયે રેલ્વે સ્ટેશન પોરબંદર પાસેથી આરોપી પવનકુમાર ગોપીરામ પવાર તથા આરોપી પવનકુમાર મુંશીરામ કુંભારે આરોપીઓ પૈકી આરોપી પવનકુમાર ગોપીરામ પવારનાએ  મોબાઇલ ફોનમાં ફ્રી  ફાયર ઓનલાઇન ગેમના માધ્યમથી ભોગ બનનાર સાથે પરિચયમાં આવી આરોપી પવનકુમાર ગોપીરામ પવારે અગાઉથી પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે રાજસ્થાનથી પોરબંદર ખાતે આવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાના  ઇરાદે રેલ્વે સ્ટેશન પોરબંદર પાસે બોલાવી, બન્ને આરોપીઓ ભોગબનનાર સગીરવયની હોવાનું જાણવા છતાં રેલ્વે સ્ટેશન -પોરબંદરથી  નરસંગ ટેકરી-પોરબંદર સુધી રીક્ષામાં તથા નરસંગ ટેકરીથી પ્રાઇવેટ બસમાં રાજકોટ ખાતે તથા રાજકોટથી પ્રાઇવેટ બસમાં  અમદાવાદ તથા અમદાવાદથી બીજી બસમાં જયપુર રાજસ્થાન તથા જયપુર રાજસ્થાન રેલ્વે સ્ટેશનથી દિલ્હી ગુડગાવ સુધી તથા ગુડગાવથી રીક્ષામાં કુકરોલા (પંચગામ) તા. માણેસર, જી. ગુડગાવ રાજ્ય હરિયાણા ખાતે  અપહરણ કરી લઇ જઇ આરોપી  નવનકુમાર મુંશીરામ કુંભારે તેના કોઇ ઓળખીતા મારફતે સેરાબસિંગ લક્ષ્મીચંદ યાદવની માલિકીની બિલ્ડીંગના પ્રથમ માળનો ‚મ આરોપી પવનકુમાર ગોપીરામ પવાર તથા ભોગ બનનાર સગીરવયને એકાંતમાં રહેવા માટે ભાડેથી રખાવી આપતા આરોપી પવનકુમાર ગોપીરામ પવારે સેરાબસિંગ યાદવની બિલ્ડીંગનાપ્રથમ માળે ‚મમાં તા. ૨૯-૩-૨૦૨૩ થી તા. ૨-૪-૨૦૨૩ સુધી  રોકાયેલ તે દરમ્યાન ભોગ બનનાર સગીરવયની સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી, બળાત્કાર કરી, આરોપી પવનકુમાર મુંશીરામ કુંભારે આરોપી પવનકુમાર ગોપીરામ પવારને પ્રથમથી ગુન્હો કરવામાં મદદગારી કરી બન્ને આરોપીઓને ગુન્હો કરતા  આ કામના ઉપરોકત આરોપી વિ‚ધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટરથી આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક  પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા -૩૧ જેટલા દસ્તાવેજી પુરાવઓ તા કુલ ૧૩ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હત. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આ કામના આરોપી પવનકુમાર ગોપીરામ પવારને આજીવન કેદની સખત કેદની એટલે કે આરોપીના કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા ‚ા. ૪૯,૦૦૦ દંડ તથા આરોપી પવનકુમાર મુંશીરામ કુંભારને ૨૦ વર્ષની સખત કેદની સજા  તથા ૨૨ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application