જામનગર પંથકમાં પોલીસ ચેકીંગમાં અનેક ઝપટે ચડયા

  • December 01, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાન દિ.પ્લોટ ૫૮માં રહેતા નિલેશ માવજી હંજડાને કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક લઇને ૪૯ રોડ પરથી નીકળતા પકડી લીધો હતો. જયારે જાખર ગામના કિરીટસિંહ બચુભા જાડેજાને કેફી પીણું પીધેલી હાલતમાં સ્વીફટ કાર લઇને પડાણા પાટીયેથી નીકળતા અને જામજોધપુરમાં રહેતા સોહીલ મામદ રાવકરડાને કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક લઇને સ્ટેશન રોડ પરથી નીકળતા પકડી લેવાયો હતો.

 
આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન કરાયેલી કાર્યવાહીમાં ગુલાબનગર, ધરારનગર, દરેડ, ગોવાણા ચેક પોસ્ટ, નિકાવમાં ધોકા સાથે શખ્સો ઝપટમાં આવ્યા હતા. જયારે પાટણ, દરબારગઢ સર્કલ, તળાવની પાળ, લાલપુર ચાર થાંભલા, દિગ્જામ સર્કલ વિસ્તારમાં છરીઓ સાથે શખ્સોને ઝડપી લીધા હતા.


આ ઉપરાંત શહેરના વિકાસગૃહ રોડ પર દુકાનની સામે ફુટપાથ પર વાહનો પાર્ક કરાવી ટ્રાફિકને નડતર કરનાર તેમજ ખારવા ચોકડી, નિકાવા, ખંભાળીયા ગેઇટ, તળાવની પાળ, ત્રિકોણબાગ, જોડીયા, ભાદરા પાટીયા જેવા વિસ્તારોમાં વાહનો થકી ટ્રાફિકને અડચણ કરનારા અને બેફીકરાઇથી અકસ્માત સર્જાય તે રીતે વાહનો લઇને નીકળનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News