દક્ષિણ આફ્રિકાના પૂર્વ બંદર શહેર ડરબનમાંથી એક અત્યંત ભયાનક અને આંચકાજનક ઘટના સામે આવી છે. ડરબનની એક ટાઉનશિપમાં આવેલા એક મકાનમાં શસ્ત્રબંધ હુમલાખોરોએ ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરી 11 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. આ લોહીયાળ હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને સન્નાટો વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, આ દર્દનાક ઘટના ડરબનની દક્ષિણે આવેલી ક્વામાખુથા ટાઉનશિપના એક મકાનમાં બની હતી. મંગળવારે મોડી રાત્રે આશરે 11:00 વાગ્યાના સુમારે જ્યારે કેટલાક લોકો ઘરમાં એકઠા થયા હતા, ત્યારે અચાનક હથિયારધારી હુમલાખોરો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ તાબડતોડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ક્વાઝુલુ-નાતાલ પ્રાંતના પ્રીમિયર થામસંખા ન્તુલીએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા 11 લોકોમાં એક ગર્ભવતી મહિલા પણ શામેલ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવતાં ઘરમાં હાજર તમામ લોકોને બળજબરીપૂર્વક એક રૂમમાં પૂરી દીધા હતા અને ત્યારબાદ તેમના પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ વરસાવી હતી. હત્યાકાંડ સર્જ્યા બાદ હુમલાખોરોએ પીડિતોમાંથી એક વ્યક્તિની કારને પણ આગ ચાંપી દીધી હતી.
આ ભયાનક હુમલામાંથી બચી ગયેલા 3 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, આ નરસંહારના અપરાધીઓને વહેલી તકે પકડી પાડવા માટે કાર્યવાહક પોલીસ વડા પુલેંગ ડિમ્પને દ્વારા 72 કલાકનું વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકા પોલીસે દાવો કર્યો છે કે તેમને ઘટનાસ્થળેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવા અને કડીઓ મળી છે, જેના આધારે હુમલાખોરોને શોધી કાઢવા માટે ચારેય તરફ ઘેરાબંધી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજર્મનીમાં અમેરિકાનું F 16 ફાઇટર જેટ ક્રેશ થઈને ખાખ: પાયલટે સમયસૂચકતા વાપરી ઇજેક્ટ કરતાં બચ્યો જીવ
September 23, 2026 07:14 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
