જામનગર બાયપાસ પાસે રોયલ્ટી ચોરી કરતા ૩ ડમ્પર પકડી પાડતી ખાણખનીજ શાખા

  • January 08, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ખાણખનીજ વિભાગ દ્વારા વધુ એક વખત દરોડા પાડી ગેરકાયદે ચાલતી પ્રવૃતીઓ પર રોક લગાવવામાં આવી છે જામનગર બાયપાસ પાસેથી ગેરકાયદેસર રેતીનું વહન કરી રોયલ્ટી ચોરી કરતા ૩ ડમ્પર પકડવામાં આવ્યા છે. ખાણખનીજ વિભાગની ટુકડીના નિખીલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતીકભાઇ, રજનીકાન્તભાઇ સહિત દ્વારા બાયપાસ પાસેથી પસાર થતા ડમ્પર નં. જીજે૧૦ટીવાય-૪૦૩૦, જીજે૧૦વાય-૪૩૯૬ તથા જીજે૧૦એટી-૭૦૨૬ને પકડવામાં આવ્યા છે. આ ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર રેતીનું પરિવહન કરવામાં આવતુ હતું. જેની જાણ થતા ત્રણેય ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે તેમજ વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
​​​​​​​

જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કેશિયા ખાતેથી બ્લેક્ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખાણકામનું એક્સાકેવેટર મશીન મોડલ નં.એસવાય-૨૧૦સી૯ સીઝ કરી શિવ રોક કર્સર ખાતે રાખવામાં આવેલ છે. વધુ માં એરફોર્સ ગેટ પરથી સાદી રેતી  ખનીજ ના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા એક  ડમ્પર નં. જીજે૧૦ટીએકસ-૭૧૭૪ પકડી પાડી  પાડેલ છે. મુદામાલ આશરે ૫૦ લાખ જેટલો થાય છે. આ અંગેની કામગીરીમાં તપાસ ટીમ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ, નિખિલભાઈ,  રમેશભાઈ, આનંદભાઈ જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application