ટ્રાફિક શાખાનો સપાટો : સીનસપાટા કરનારા બાઇકચાલકો ઝપટે ચડયા
જામનગર શહેરમાં ઘણા સમયથી ધુમ સ્ટાઇલ અને બાઇક પર સીનસપાટા મારનારા શખ્સોની રંજાડ અંગે ફરીયાદો ઉઠી હતી, સમયાંતરે આ દિશામાં કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાનમાં ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સધન કાર્યવાહી કરીને આ પ્રકારના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી જે અનુસંધાને 50થી વધુ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ સાત રસ્તા સર્કલ, સુભાષ બ્રીજ, તળાવની પાળ, આશાપુરા હોટલ તથા પંચવટી બ્રુકબોન્ડ સર્કલ જેવા અલગ અલગ વિસ્તારમાં પીએસઆઇ આર.ડી. ગોહીલ, પીએસઆઇ આર.એલ. કંડોરીયા, પીએસઆઇ બી. જે. તીરકર, પીએસઆઇ આર.સી જાડેજા અને સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી હતી.
આ ટીમો દ્વારા મુખ્યત્વે ધુમ સ્ટાઇલથી ભયજનક રીતે વાહન ચલાવતા અને વધુ અવાજ કરતા ફાયર સાયલેન્સરવાળા સ્પોર્ટસ બાઇક અને બુલેટ ચલાવતા વાહનચાલકોને રોકી પુછપરછ કરતા વાહનોના દસ્તાવેજ રજુ ન કરતા વાહનચાલકો વિરુઘ્ધ એમવીએકટ 207 મુજબ કુલ 50 થી વધુ વાહનોનેડીટેઇન કયર્િ હતા, ઉપરાંત અન્ય ટ્રાફિક નીયમનના ભંગ બદલ સમાધાન શુલ્ક દંડ ા. 1.63.800ની વસુલાત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech