વિભાગના ડોકટરોએ જામનગરની વિવિધ કોલેજોની મુલાકાત લઈ છાત્રોને તમાકુની આડઅસર વિશે ઝીણવટભરી માહિતી આપી
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. રીટા ઝા ના માગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત “યુથ અવેરનેસ ડ્રાઈવ, ડેન્ટલ ડમ શરાઝ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાંત એવા અમદાવાદનાં પ્રસિદ્ધ ડો.ભાવિન દુધિયા દ્વારા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોકટરો દ્વારા જામનગરની ડિ.કે.વી. આર્ટસ તથા સાયન્સ કોલેજ, એસ.વી.ઈ.ટી. પોલીટેકનીક કેલેજ, ફિઝીયોથેરાપી અને નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાંના છાત્રોમાં તમાકુની આડઅસર વિશે જાગૃતતા ફેલાવવા લેકચર તથા કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના વડા શ્રી ડો.નયના પટેલ તેમજ વિભાગના ડો. યેશા જાની, ડો. માનસી ખત્રી, ડો. અભિષેક નીમાવત, ડો. કાજલ શીલુ તથા ડો. ફોઝીયા પઠાણે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech