જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની કામગીરી, માહિતી, શિક્ષણ અને સંચારનો મહત્તમ રીતે ઉપયોગ થાય તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદ્સ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ''ઘી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ- 2003'' મુજબ સિગારેટ અને તમાકુની બનાવટોની જાહેરાત આપવી, સગીર વયની વ્યક્તિઓને વેચાણ કરવું, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરવું આવી તમામ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ લાગેલો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ચેકીંગ ડ્રાઈવ હાથ ધરાશે. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે 287 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને તાલીમ અપાઈ છે. તેમજ જી.જી. સરકારી હોસ્પિટલમાં ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલમાં તમાકુના આડઅસરથી પીડિત દર્દીઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન 9254 જેટલા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા છે.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. નૂપુર પ્રસાદ, જિલ્લા સર્વેક્ષણ અધિકારીશ્રી ડો.એસ.આર.રાઠોડ, ફૂડ સિક્યોરિટી ઓફિસર સુશ્રી એસ.જે.પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech