તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં આધાર ફરજીયાત સહિતના કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં રેલ તંત્ર દ્વારા તા. ૧લી જુલાઈથી વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા ઓનલાઇન તત્કાલ ટિકિટના બુકિંગમાં આધાર પ્રમાણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તત્કાલ ટિકિટના બુકિંગમાં એસી અને નોન એસી ક્લાસ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ 1 જુલાઈથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ આઇઆરસીટીસી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.
વધુમાં, 15 જુલાઈ 2025થી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત ઓટીપી પ્રમાણીકરણ ફરજિયાત બનશે. તેમજ કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સીસ્ટમ (પીઆરએસ) કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટો માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર ઓટીપી પ્રમાણીકરણ મોકલવાની જરૂર પડશે.
આ ઉપરાંત શરૂઆતના નિર્ણાયક સમયગાળા દરમિયાન જથ્થાબંધ બુકિંગને રોકવા માટે, ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટોને બુકિંગ વિન્ડોથી દિવસની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. AC વર્ગો માટે, આ પ્રતિબંધ સવારે 10.00 થી 10.30 વાગ્યા સુધી અને નોન-AC વર્ગો માટે સવારે 11.00 થી 11:30 વાગ્યા સુધી લાગુ પડે છે.
આ ફેરફારો તત્કાલ બુકિંગમાં પારદર્શિતા સુધારવા અને યોજનાના લાભો સાચા અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે.
આઈઆરસીટીસી દ્વારા અઢી કરોડ જેટલા શંકાસ્પદ આઈડી બ્લોક કરી દેવાયા
વિવિધ વેબસાઈટ ઉપર બોટ સોફ્ટવેર દ્વારા ગેરકાયદે ટિકિટ બુકિંગ થતું હોવાનું ધ્યાને આવતા છેલ્લા છ માસમાં આઈઆરસીટીસી દ્વારા આ પ્રકારના અઢી કરોડ જેટલા શંકાસ્પદ આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech