ભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા

  • June 16, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત ૯ ને ઝડપી લીધા હતાં.જયારે સિવિલ હોસ્પિટલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભક્તિનગર સર્કલ જયનાથ હોસ્પિટલની સામે ભદ્રેશ ગિરધરલાલ કોઠારીના મેનેજમેન્ટવાળા ગીતાંજલિ હોલમાં જગાર રમતો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગોહિલ તથા ટીમે દરોડો પાડયો હતો. જેમાં ગીતાંજલિ હોલનું મેનેજમેન્ટ કરનાર ભદ્રેશ ગીરધરલાલ કોઠારી (રહે. ઇસ્કોન મંદિરની બાજુમાં), હિરેન હરેશભાઈ જોબનપુત્રા (રહે વાણીયાવાડી), રક્ષિત બીપીનકુમાર વોરા (રહે ગાયત્રીનગર બોલબાલા રોડ), મીત નરેશભાઈ બારડ (રહે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી), દિવ્ય વિનોદભાઈ પોપટ (રહે મીલપરા), અમન ભદ્રેશભાઈ કોઠારી (રહે ઇસ્કોન મંદિરની બાજુમાં), વિમલ સુભાષચંદ્ર મોદી (રહે કરણપરા), ચેતના ભદ્રેશભાઈ કોઠારી (રહે ઇસ્કોન મંદિરની બાજુમાં) અને અમી ધવલભાઇ કોઠારી (રહે રૈયા રોડ) ને જુગાર રમતા ઝડપી લઇ પટમાંથી રૂ. ૩૧,૭૦૦ ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી કરી હતી.



જુગારના અન્ય દરોડામાં પ્રદ્યુમનનગર પોલીસે સિવિલ હોસ્પિટલ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા અક્ષય સીતાપરા (રહે બેડી પરા ગોરા કોલોની), મહેબૂબશા કાસમશા શાહમદાર (રહે રામનગર ભાવનગર રોડ), ઘનશ્યામ જયકિશન ખત્રી (રહે માન સરોવર આજીડેમ વિસ્તાર) અને કમલેશ માંગીલાલ પરમાર (રહે મનશાનગર ગ્રીનલેન્ડ ચોકડી)ને પકડી પાડી રૂ.૨૦૫૦ની મત્તા કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application