પીર લાખાસર પાટીયે પોલીસ પ્રગટી : રોકડ-સાહિત્ય કબ્જે
દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા ઈમરાન સલીમભાઈ ફકીર નામના ૨૮ વર્ષના શખ્સ દ્વારા મોડી રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ઈમરાન ફકીર સાથે કાના નરશી વાંઝા, અલ્તાફ સિદીક થૈયમ, મકબુલ હબીબ માજોઠી અને શરીફ ઇસ્માઈલ પઠાણ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા ૪૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના પાટીયા પાસે આવેલી એક પાનની કેબીન પાછળ બેસીને કેટલાક શખ્સો દ્વારા જુગાર રમવામાં આવતો હોવાની બાતમી પોલીસ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા તથા કાનાભાઈ લુણાને મળતા અંગે ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ ગતસાંજે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા હનીફ ઉઢાભાઈ દેથા, અસગર સિકંદર સુમરા, સદામ ઓસમાણ ગજ્જણ અને જુસબ મામદ દેથા નામના ચાર શખ્સોને ઝડપી, લઇ કુલ રૂપિયા ૧૩,૮૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech