કર્લી જળાશયમાં શ્ર્વાનનો ત્રાસ વધ્યો

  • May 16, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના છાંયા વિસ્તારમાં કર્લી જળાશય ખાતે વિહરતા પક્ષીઓનો શ્ર્વાન દ્વારા શિકાર કરવામાં આવતો હોવાના બનાવો વધ્યા છે તેથી ફેન્સીંગ બાંધવી જ‚રી બની છે.
પોરબંદરનું ઘરેણું કહી શકાય તેવા કર્લી જળાશયમાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે.અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનનો ત્રાસ વધ્યો છે અને જળાશયની અંદર ઘુસીને પક્ષીઓનો શિકાર કરી રહ્યા છે.
હાલ અહીંયા બગલા, પેલિકન, ટીલડી બતક, ઢોકબગલા, લેઝર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, કાળા કાજિયા, સહિતના વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને આજુબાજુમાં ફેન્સીંગ નહી હોવાને કારણે તેમજ પાણી સુકાઈ રહ્યું હોવાથી શ્વાન અંદર જઈને પક્ષીઓના શિકાર કરી રહ્યા છે છેલ્લા ૧૫ દિવસમાં જ ૨૫ થી વધુ પક્ષીઓના મૃતદેહો કાંઠા નજીકથી મળ્યા છે.તેથી તંત્ર દ્વારા અહીંયા જળાશયની ફરતે ફેન્સીંગ કરવામાં આવે તે જ‚રી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application