દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શાનાર્થે પધારતાં હોય છે, જે ધ્યાને લઈ મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયા/ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા અર્થે દ્વારકાધીશ મંદિર વહીવટદર દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ.
જે અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષક તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ (સો) મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application