દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઈલ ફોન લે-વેચ વખતે રજિસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • December 02, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલામતી હેતુ તમામ મોબાઇલ વિક્રેતાએ મોબાઇલ લે-વેચ અંગેનું રેકર્ડ રાખવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ  જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ નિયત કર્યા મુજબના રેકર્ડ નિભાવવાના રહેશે. 

નવા મોબાઇલ ફોન વેચાણ વખતે અનુક્રમ, તારીખ,મોબાઇલ કંપની, ફોન મોડલ, મોબાઇલ ફોન IMEI ૧ અને ૨, ખરીદનારનું નામ, સરનામું, આધાર નંબર, મોબાઇલ નંબર, અન્ય વિગત સાથેનું નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે. જુના મોબાઇલ ફોન ખરીદ તથા વેચાણ વખતે અનુક્રમ, તારીખ, મોબાઇલ કંપની, ફોન મોડલ, મોબાઇલ ફોન IMEI ૧ અને ૨, મોબાઇલ વેચનારનું નામ, સરનામું, આધાર નંબર, મોબાઇલ નંબર, મોબાઇલ ખરીદનારનું નામ, સરનામું, આધાર નંબર, મોબાઇલ નંબર, અન્ય વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. 

આ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/ સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેઇજ નંબરો સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે. ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈપૂર્વક તપાસણી કરવાની રહેશે તેમજ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે અને જરૂર પડ્યે પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે. ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુપ્તતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/ સંચાલકની રહેશે. આ જાહેરનામું તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News