હિતિશાબેન ખેતિયાએ શપથ ગ્રહણ કર્યા
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપના પ્રમુખ હિતિશાબેન (હેલીબેન) સંદીપભાઈ ખેતિયાનો શપથ વિધિ સમારંભ અત્રે રાજ્ય પુરોહિત બ્રહ્મપુરી ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ સ્વાગત પ્રવચન રવિભાઈ દવે કર્યું હતું. હિતિશાબેનને જાયન્ટસ ગ્રુપના પ્રમુખ તરીકે ગુજરાતના સૌથી નાની વયના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ યુનિટ ડાયરેક્ટર રેણુકાબેન ભટ્ટએ કરાવ્યા હતા. સૌરાષ્ટ્ર ડેવલપમેન્ટ ઓફિસર ઇન્ટરનેશનલમાંથી જયદેવભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતી રહી હતી.
આ સમારંભમાં બ્રહ્માકુમારીના રીનાબેન, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રેખાબેન ખેતિયા, અનિલભાઈ ખેતિયા, જગુભાઈ ખેતિયા, દિલીપભાઈ વ્યાસ, સહિતના આગેવાનો જોડાયા હતા. નવનિયુક્ત પ્રમુખ હિતિશાબેન ખેતીયાને કર્મયોગી કેશવ એવોર્ડ જાહેર કરાયો હતો. જાહેર કરવામાં આવેલો આ એવોર્ડ શૈક્ષણિક કે સામાજિક રીતે જેનું યોગદાન હોય, એવા 35 વર્ષની નીચેના કોઈપણ વ્યક્તિને મળી શકે છે. હિતિશાબેને પોતાના સ્વ. ભાઈ કેશવ ખેતિયાની યાદમાં આ એવોર્ડની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે હેલીબેન ખેતિયા દ્વારા તેમના તરફથી 11 વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કારતક મહિનામાં તેઓ સર્વે પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહમાં ભોજનના સંપૂર્ણ દાતા અને ભામાશા તરીકેનું બિરૂદ મેળવેલા ભીખુભા વાઢેર ભોજનના સંપૂર્ણ દાતા તરીકે સહયોગ આપશે. આ ભાગવત સપ્તાહની સાથે સાથે સમાજ ઉપયોગી સર્વરોગ નિદાન કેમ્પ, બેટી બચાવો બેટી પઢાવો, રક્તદાન કેમ્પ, જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા સમાજને નવો રાહ આપવામાં આવશે તેમ જાયન્ટસ ગ્રુપના નવનિયુક્ત પ્રેસિડેન્ટ હિતિશાબેન ખેતિયાએ જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભારવિધિ દિલીપભાઈ વ્યાસે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયભાઈ નકુમ, દીપકભાઈ ચાવડા રવિભાઈ દવે વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech