૨૮ મે અને ૧૮ જૂનની ઓખા-પુરી એક્સપ્રેસ પુન:સ્થાપિત

  • May 16, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા પુરી એકસપ્રેસ રદ કરવાની બદલે રેલ્વે વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ટ રૂ​​​​​​​ટ પર ચલાવવાનો નિર્ણય

દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેક્શનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલિંગના કામને કારણે, રેલ્વે વહીવટી તંત્રે ૨૮ મે અને ૧૮ જૂન, ૨૦૨૫ ના રોજ ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાને બદલે ડાયવર્ટ રૂટ સાથે પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. 

૨૮ મે અને ૧૮ જૂન, ૨૦૨૫ની ટ્રેન સંખ્યા ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ અને ૨૫ મે અને ૧૫ જૂન, ૨૦૨૫ ની ટ્રેન સંખ્યા ૨૦૮૧૯ પુરી-ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ-બડનેરા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરાના રસ્તે ચાલશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application