ઓખા રામેશ્વરમ એકસપ્રેસ હવે રામેશ્વરમ સુધી જશે

  • April 10, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા ૧૬૭૩૪ ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી દર મંગળવારે ઓખાથી ૦૮.૪૦ વાગ્યે ઉપડશે અને મંડપમ સ્ટેશનને બદલે ફરીથી રામેશ્વરમ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન ગુરુવારે ૧૯.૧૦ વાગ્યે રામેશ્વરમ પહોંચશે. 


ટ્રેન નં. ૧૬૭૩૩ રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ પણ તાત્કાલિક અસરથી મંડપમને બદલે રામેશ્વરમથી શરૂ થશે અને ઓખા સુધી જશે. આ ટ્રેન દર શુક્રવારે રામેશ્વરમથી ૨૨.૩૦ વાગ્યે ઉપડશે અને સોમવારે ૧૦.૨૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ઉપરાંત, આ બંને ટ્રેનોને મંડપમ અને રામનાથપુરમ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનો ના સંચાલન અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે, મુસાફરો www.enquiry. indianrail. gov.inની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application