જામનગર-ખંભાળીયા હાઇવે બાયપાસ પાસે રાત્રીના બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એકનું મૃત્યુ થયું છે અને અન્યને ઇજાઓ પહોચી હતી, આ બનાવ અંગે મોરકંડા ગામમાં રહેતા સતવારા આધેડે આઇટી-૨૦ કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ક્ધયાશાળાની બાજુમાં રહેતા વેપાર કરતા પ્રભુલાલ મેઘજીભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦)એ ગઇકાલે પંચ-બીમાં આઇ-૨૦ કાર નં. જીજે૧૦સીએન-૪૫૧૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
આરોપીએ પોતાના હવાલાવાળી આઇ-૨૦ કાર તા. ૮ના રાત્રીના નવેક વાગ્યાના સુમારે જામનગર-ખંભાળીયા બાયપાસ હોટલ સામેના રોડ પર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી અન્ય ફોરવ્હીલ કાર લઇને આવતા હોય ત્યારે સામેના રોડ વચ્ચેનું ડીવાઇડર ટપાડીને સાહેદોની ફોરવ્હીલ કારને હડફેટે લીધી હતી અને ઇજાઓ પહોચાડી હતી.
દરમ્યાન કારમાં બેઠેલને માથા અને શરીરના ભાગે નાની મોટી ઇજાઓ થઇ હતી જેથી ૧૦૮ મારફત સારવારમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન એકનું મૃત્યુ નિપજયાનું બહાર આવ્યુ છે જયારે અન્ય ૩ થી ૪ ને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આઇ-૨૦ કારના ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.