યુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ

  • May 10, 2025 08:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતના માંડ ત્રણ કલાક બાદ જ પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત દર્શાવી છે. જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ફરીથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના યુદ્ધવિરામની જાહેરાત બાદ તરત જ બનતા સરહદ પર ફરીથી તણાવનું વાતાવરણ સર્જાયું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અખનૂર વિસ્તારમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. યુદ્ધવિરામ બાદ તરત જ થયેલા આ ફાયરિંગથી પાકિસ્તાનની શાંતિ પ્રત્યેની નિષ્ઠા પર સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટનાને કારણે સરહદ પર રહેતા લોકોમાં ફરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application