એકને ઈજા થતાં સારવારમાં ખસેડાયો: આઇસર ચાલકની તલાશ
જામનગર - ખંભાળિયા માર્ગે એરપોર્ટ નજીક આજે વહેલી સવારે પસાર થતી એક રિક્ષાને આઇશર ટ્રકચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું અને તેમની સાથેના આધેડને ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલમા લઈ જવાયા છે.
જામનગરના નીલકમલ સોસાયટીમાં રહેતા હૈદરભાઈ મીનસરીયા અને પ્રવીણભાઈ ભવાનભાઈ રાઠોડ બન્ને રીક્ષા લઇને જામનગર બાયપાસ નજીક એરપોર્ટ માર્ગેથી પસાર થતા હતા ત્યારે એક આઈસર ટ્રકચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં પ્રવીણભાઈ રાઠોડને માથામાં ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જયારે તેમની સાથેના હૈદરભાઈને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ બનાવ અંગે હૈદરભાઈ પંજુભાઈ મિનસારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આઇશર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech