જામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક

  • May 15, 2025 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી, એકબીજાનું મેળાપીપણું કરી વિવિધ વોટ્સએપ ગ્રૂપ બનાવી, વિવિધ બેંક ખાતાઓનો અને વોટ્સએપ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી, "કોઉસવે" નામની ફેક એપ્લીકેશનને સેબી માન્ય અને યુ.એસ.એક્સ્ચેન્જ એપ્લીકેશન તરીકે બતાવી ફરીયાદી સાથે તા. ૩૦/૦૯/૨૦૨૪ થી ૨૩/૧૦/૨૦૨૪ સુધીના સમયગાળામાં આ કામના આરોપીઓએ ફરીયાદીને શેર માં રોકાણ કરાવી નફો કમાઈ આપવાની લાલચ આપી રૂપિયા  એક કરોડ એક્યાસી લાખ નું રોકાણ કરાવ્યું હતું.


જેમાં આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે રોકાણ કરાવી શેરનો નફો કે રોકેલી મૂડી પરત નહી આપી ફરીયાદી સાથે આર્થિક ઓનલાઈન છેતરપિંડી કરી ગુન્હો કર્યો હતો. જે બાબતે સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.
​​​​​​​

જેના અનુસંધાને એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા પીએસઆઇ. એન.પી.ઠાકુર વગેરે દ્વારા  ઉપરોક્ત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી રાજકોટના નવા થોરાણા આરાધના સોસાયટીમાં રહેતા આરોપી આરીફ રહિમભાઈ રાઉમા (ઉ.વ.૨૦)ને ઝડપી લીધો હતો. જેને જામનગર લઈ આવ્યા બાદ વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે. છેતરપીંડીના ગુનામાં બેંક એકાઉન્ટ પુરુ પાડયુ હતું બીજી બાજુ સાયબર પોલીસ દ્વારા સાવચેતી રાખીને  છેતરપીંડીનો લોકો ભોગ ન બને એ માટે જ‚રી સુચનાઓ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application