ધારાસભ્ય દ્વારા પ્રતિબંધ ફરમાવવા માંગણી
ઓનલાઇન ગેમીંગએ આજના સમયમાં મોબાઇલના સૌથી મોટા દુષણ છે અને તેમાં પણ ઓનલાઇન ગેમીંગના લીધે અનેક યુવાનો મોતના ખપ્પરમાં હોમાયા છે. જેના અનેક સત્તાવાર કિસ્સાઓ સામે હોવા છતાં સરકાર આ દુષણને નિયંત્રણ લેવા કોઇ નક્કર પોલિસી ધડતી નથી. ઉલ્ટાનું સરકાર તો સુફિયાણી વાતો કરીને ઓનલાઇન ગેમએ જુગાર નથી પરંતુ નોલેજ અને સ્કીલ ઉપર આધારીત હોવાનું જણાવી રહી છે ત્યારે જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ વધુ એક વખત ઓનલાઇન ગેમીંગ પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
ઓનલાઇન ગેમ એ એક પ્રકારનું વ્યસન છે જે જગજાહેર હોવા છતાં સરકારનું સ્પષ્ટપણે માનવું એમ છે કે, આ જુગાર નથી. ગુજરાત સરકારે આ પ્રકારનું સોગંદનામુ રાજયની હાઇકોર્ટ સમક્ષ દાખલ કર્યું છે. આ મામલે હેમંતભાઇએ સરકારે આડેહાથ લીધી છે. જામજોધપુર, લાલપુર સહિત જામનગર જીલ્લામાં અંદાજે 1 વર્ષના સમયગાળામાં લગભગ 25 થી વધુ યુવાનો આ દુષણમાં સપડાયા છે. બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે આવી ગેમનો શિકાર બનેલ અનેક યુવાનોએ તો અકાળે મોત વ્હાલું પણ કરી લીધું છે. છતાં સરકાર જાગતી નથી.
આ કોઇ નોલેજ ગેમ નથી. આ પ્રકારની ગેમોમાં સામે કોમ્પ્યુટર મારફતે જ જવાબ આપવામાં આવે છે. મોટા ભાગની ગેમ નોલેજ અને ક્રિયેટીવીટી વધારવાના નામે લોકો સુધી પહોંચે છે પછી તે પૈસાની લાલચમાં નાખી લોકોને આર્થીક ખાડામાં ધકેલી દે છે. ભૂતકાળમાં આ મુદ્દે અનેક પરિવારના માળા વિખાઇ ચૂક્યા છે જેથી પ્રતિબંધ લાદવાની માંગ સાથે અગાઉ પણ અમારા દ્વારા વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું. જોકે એનકેન પ્રકારે સત્તાવાર સમર્થન મળ્યું નથી. હજુ પણ સરકાર જાગશે નહીં તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. માત્ર યુવાઓ જ નહિં સગીરો પણ આ ગેમના અજગરી ભરડામાં આવી ચૂકયા છે. સરકારે ગેમના ટેકસ મારફતે મળતા નાણાંથી અંજાઇ જવાને બદલે આ દુષણ સામે કડક નીતિ બનાવવી જોઇએ.
સૌથી વધુ ગેમ રમતા માર્કેટમાં ભારત વિશ્ર્વમાં પાંચમાં નંબરે આવે છે. ભારતમાં અંદાજે 900 જેટલી ગેમીંગ કંપનીઓ છે. જો તામિલનાડુ સરકારે આ બાબતની ગંભીરતાને ઘ્યાને રાખીને ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ ફરમાવી શકે છે તો ગુજરાત સરકાર કેમ નહિં? તેવો અણીયારો સવાલ અંતમાં હેમંતભાઇ ખવાએ ઉઠાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech