અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી 'ઓપરેશન શીલ્ડ' સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હવે 31 મે, 2025 ના રોજ યોજાશે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સહિત જમ્મુ અને કાશ્મીર તેમજ પંજાબ જેવા સરહદી રાજ્યોમાં આ કવાયત હાથ ધરવામાં આવશે.
આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સંભવિત કટોકટી અથવા આપત્તિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ દળોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. અગાઉ 29 મેના રોજ યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તેને સ્થગિત કરવામાં આવી હતી, જેની જાણ રાજ્ય સરકારે કરી હતી.
હવે નવી તારીખ જાહેર થતાં સંબંધિત તમામ સિવિલ ડિફેન્સ કંટ્રોલર્સ અને અન્ય હિતધારકોને આ કવાયત માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્રની તૈયારીની ચકાસણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત પોલીસ બેડામાં બદલીઓ: જૂનાગઢને નવા SP મળ્યા, અન્ય અધિકારીઓની પણ બદલી
May 30, 2025 08:09 PMIPL 2025 ફાઇનલનો ક્રેઝ: અમદાવાદમાં હોટલો હાઉસફુલ, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને
May 30, 2025 08:01 PMથાઇલેન્ડમાં ભારતીય વ્યક્તિને વાઘ સાથે સેલ્ફી લેવી પડી મોંઘી...જુઓ વીડિયો
May 30, 2025 07:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech